આજકાલ વોટ્સએપ્સ “केशविहन विप्र वनिता क्षेत्रम “ ગુજરાતીમાં કહીએ તો “બોડી બામણીનું ખેતર” થઈ ગયું છે. જેને જે ફાવે તે લખ્યા કરે છે. ‘કોરોના’ અંગેના સાચા ખોટા સમાચાર, તેના ઉપચાર અંગે મનઘડંત દવાઓ,દેશી ઘરગથ્થુ ઉપાયો ઊંટવૈદો દ્વારા બહોળા પ્રમાણમાં ફરતા થયા છે.આપણી અજ્ઞાન પ્રજા આવા ઉપચારો કર્યા કરે છે.
સમસ્ત વિશ્વ આજે તેનાથી પીડિત છે.દુનિયાભરમાં તેની દવા, રસી માટે પ્રયાસો ચાલી રહ્યા છે.આમ છતાં તેમાં
હજુ સફળતા પ્રાપ્ત થઇ નથી; ત્યારે વોટ્સએપ્સ પર કંટ્રોલ મુકી વાહિયાત સમાચાર, માહિતી વગેરે અટકાવના જોઇએ.
Sent from Yahoo Mail for iPhone