પ્રેમ પાથરનાર હે ' મા' તું હશે.
હેત પારાવાર હે ' મા' તું હશે.
આપદા ટળતી બધી ' મા' આશિષે,
બાળને રક્ષનાર હે ' મા' તું હશે.
આવતો આનંદ જોતાંને ખુશી,
જગતણો આધાર હે ' મા' તું હશે.
વાંક મારા હોય જે તું સાંખતી,
માફ એ કરનાર હે ' મા' તું હશે.
હોય ઉપકારો બધાએ કેટલા !
તોય ના ગણનાર હે ' મા' તું હશે.
ચૈતન્ય જોષી ' દીપક '
ગાલગાગા 2 ગાલગા.