#જન્મ
જો કરું રડતાં ને હસતાં તો જ માનું કે સફળ થયો આ "જન્મ",
જો કરું તકલીફોના ઇલાજની ચર્ચા તો જ માનું કે સફળ થયો આ "જન્મ",
જો કરું વૃક્ષોનું જતન અને રક્ષા તો જ માનું કે સફળ થયો આ "જન્મ",
જો કરું એક "સ્ત્રી"ની તનમનધનથી રક્ષા તો જ માનું કે સફળ થયો આ "જન્મ",
જો કરું કણકણમાં વસતા સર્વજ્ઞ ઇશ્વરમાં શ્રધ્ધા તો જ માનું કે સફળ થયો આ "જન્મ"!!!
---નૃતિ શાહ