પહેલાં ચાર પગે ચાલ્યો, પછી બે પગે ચાલ્યો,
જરુર પડ્યે ત્રીજો પગ પણ લઇઆવ્યો.
છેલ્લે એવું થયું કે બીજાના પગે ગતિ પામ્યો.
સતત ગતિ છતાં માર્ગ ખૂટ્યો નથી પ્રભુ !
જોઇને પાછો વળી જાઉં છું પ્રભુ!
તારો દરવાજો હજી મુજ કાજ ખુલ્યો નથી.
કદાચ મારી ગતિમાં હર પળે તારી મોજૂદગી
હશે પણ હર પળે તારી મંજૂરી ન હશે.