તરંગો છે મન માં , તરંગી રહ્યો છું,
ભાવને લાગણીમાં , તરંગી રહ્યો છું.
મનોમય દુનિયા વિચારોના વમળમાં
ભીતરે દાવાનળ માં, તરંગી વહ્યો છું,
રંગ તરંગ દુનિયા,ગજબ ઝણઝણાટી
રંગ રાગમાં અનુરાગી, તરંગી રહ્યો છું,
કલ્પના ની પાંખે, થયો હું સ્વૈરવિહારી,
કલ્પવૃક્ષ ની છાયામાં, તરંગી રહ્યો છું,
આનંદ અદ્ભુત પામવું , લાગે છે અઘરું,
મનો રાજ રંગ મહેલ માં ,તરંગી રહ્યો છું,