માત્ર ભણી ગણીને મોટી મોટી ડિગ્રીઓ લેવાથી તેજસ્વી નથી થઈ જવાતું તેનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરતાં પણ આવડવું જોઈએ. ઘણી વાર એવું બને છે કે સમસ્યાનો ઉકેલ ભણેલા લોકો નથી શોધી શકતા તેનો ઉકેલ જેને તેજસ્વી ન ગણી શકાય એવા અભણ પરન્તુ ગણેલા લોકો પાસે હોય છે. એક વાર્તા કહું જે મેં નાનપણમાં સાંભળી હતી.
એક વખત એક ખૂબ જ મોટી ટ્રક એક મોટા પુલ નીચે ફસાઈ જાય છે. ઘણાં બધાં લોકો એને ત્યાંથી બહાર કાઢી શક્યા નહીં ત્યારે ત્યાંથી પસાર થતા એક ભરવાડના દીકરાએ કહ્યુ, " હું પ્રયત્ન કરું?" અને બધા હસવા લાગ્યા. પરન્તુ એક વ્યક્તિ એ કહ્યું કે આટલા બધા તેજસ્વી લોકોએ પ્રયત્નો કર્યા છે અને સફળ ન થયા એક તક આને પણ આપી જુઓ. અને બધાના અચરજ વચ્ચે એ છોકરાએ માત્ર ટ્રકનાં તમામ પૈડાંની હવા કાઢી નાખી. ટ્રક ખૂબ જ આસાનીથી નીકળી ગઇ.
આમ તેજસ્વી હોવા છતાં પણ જો એનો યોગ્ય સમયે ઉપયોગ કરતાં ન આવડતું હોય તો એ તેજસ્વીતા કોઈ જ કામની રહેતી નથી.
#તેજસ્વી