અર્ધ ખીલેલ પુષ્પ કળી તે તું
પૂર્ણ ખીલેલ પુષ્પ પૂર્ણ પુરષોત્તમ કાન હું
છુપાયા છે ગોપ ગોપી
પ્રત્યેક પાંદળી એક તું એક હું
શોભી રહ્યું પુષ્પ તે હું
પ્રસરી રહી સુગંધ તે રાધા તું
વેણુ તો છે લીલી લચીલી દાંડલી અે તું
રેલાવી રહ્યો છે શૂર વહેતો વાયરો તે હું
કેમ પરખાય આ પુષ્પ!!
છુપાયો અહીં
ધારદાર પુષ્પના કાંટા સરખો હું
- પ્રેમ થી ભરેલા હ્રદય ના એક એકાંત વાડા ભાગ થી પ્રેરીત-