Quotes by Jay Vaghadiya in Bitesapp read free

Jay Vaghadiya

Jay Vaghadiya

@shyamsundar


*ભૂલી ગયાં છે હસવાની સીધી સરળ રીત...*

*આજકાલ સેલ્ફીમાં જ સચવાય છે સ્મિત......*

*બળી જશે લાકડા*
*ઠરી જશે રાખ...*

*તારી ખુમારી*
*તારી પાસે રાખ...*

*જીવી લે જિંદગી*
*મોજ મસ્તીની...*

*તારી અક્કડ*
*તારી પાસે રાખ...*

*રોપી દે*
*પ્રેમનું તરુ...*

*હેતનું ખાતર*
*એમાં નાંખ...*

*ઉગશે ફળ*
*મધ ભરેલું...*

*વિશ્વાસના હોઠે*
*એને ચાખ...*

*પૈસો*
*કાંઈ બધું જ નથી...*

*માનવતાની*
*બનાવ શાખ...*

*દરિયો બનશે*
*કદી તોફાની...*

*ધીરજની નાવ*
*તું હાંક...*

*ખુલ્લી આંખે*
*તું દુનિયા જુવે...*

*ક્યારેક તો*
*ભીતરે તું ઝાંખ...*

*હારની શરણે*
*ના થા...*

*આપી છે તને*
*હોંસલાની બે પાંખ...*

*શ્વાસ આપ્યા*
*પણ જીવે નહિ*
*એમાં...*
*ઈશ્વરનો શું વાંક...!!!*

Read More

મોટા મોટા માણસ થઇને કરવાનું શું?
ધોળે દિ'એ 'ફાનસ' થઇને કરવાનું શું?

એકે ટીપું એમાંથી જો વરસે નહીં તો,
આખેઆખું 'વાદળ' થઇને કરવાનું શું?

જો કદી એ બીજા માટે થાય ના ભીની,
બેઉ આંખે 'પાંપણ' લઇને કરવાનું શું?

ઢાંકે તો તું જીવતાનું એક અંગ ઢાંકજે,
બાકી પેલું 'ખાંપણ' થઇને કરવાનું શું?

એ છે સર્જક તો અમે પણ સર્જન એના,
શ્વાસે શ્વાસે 'માંગણ થઇને ફરવાનું શું?

લખવા તારે લાગણીઓની સ્યાહી છે ને?
બાકી 'કોરા કાગળો' લઇને કરવાનું શું?


-પ્રેમ થી ભરેલા હ્રદય ના એક એકાંત વાડા ભાગ થી પ્રેરીત

Read More

અર્ધ ખીલેલ પુષ્પ કળી તે તું
પૂર્ણ ખીલેલ પુષ્પ પૂર્ણ પુરષોત્તમ કાન હું

છુપાયા છે ગોપ ગોપી
પ્રત્યેક પાંદળી એક તું એક હું

શોભી રહ્યું પુષ્પ તે હું
પ્રસરી રહી સુગંધ તે રાધા તું

વેણુ તો છે લીલી લચીલી દાંડલી અે તું
રેલાવી રહ્યો છે શૂર વહેતો વાયરો તે હું

કેમ પરખાય આ પુષ્પ!!
છુપાયો અહીં
ધારદાર પુષ્પના કાંટા સરખો હું


- પ્રેમ થી ભરેલા હ્રદય ના એક એકાંત વાડા ભાગ થી પ્રેરીત-

Read More

સ્પર્શ્યા વગર એ મારી શકે મારથી વધુ
ઘાતક છે શબ્દો જેમના હથિયારથી વધુ

મળવાનું એનું એ રીતે વધતું રહ્યું છે કે
પીડાનું ઘેલું લાગ્યું છે, ઉપચારથી વધુ

બસ એક બે ગઝલમાં તમે તો રડી પડ્યા
અંદર જે દર્દ છે ને, એ છે બહારથી વધુ

સુંદરતા મારા જેટલી બીજે તો ક્યાં હશે ?
પહેર્યા છે એના સ્મરણો મેં શણગારથી વધુ

હૈયાનું હો રુદન, તો એ આંસુ પવિત્ર છે
નહીંતર તો શું છે પાણી અને ક્ષારથી વધુ ?

કોઈ હવે મને નવું દર્દ આપી નહિ શકે
દરિયાને પણ ભરાય ના ચિક્કારથી વધુ

Read More

અહીં તિરાડોમાં થી સૌને ઝાંખવાની ટેવ છે, બારણાં ખુલ્લાં મૂકી દયો, કોઈ ફરક સે પણ નહિ

दिल को गैरों ने तोड़े होते तो मैं बता देता
ये दर्द औरों ने दिये होते तो मैं दिखा देता।

है कौन तेरे सिवा मुझको कुछ भी कह दे
होती है आवारगी क्या चीज मैं बता देता।

नजर से चूमना होता सुमार सजदे में तेरा
चाँद की जगह तुझे आसमाँ में बिठा देता।

तुम्हारे इश्क का थोड़ा सा गर भरम होता
इश्क में हद से गुजरकर भी मैं दिखा देता।

तुम्हारी मर्जी जितना भी खेल लो दिल से
तेरी जगह हो कोई दूसरा तो मैं दिखा देता।

क्या खूब मेरी वफ़ाओं का सिला तूने दिया
खता जरा सी मेरी होती तो सर झुका देता।

यही क्या कम है दूर से ही मुस्कुराते तो हो
पास आते तो दिल का दाग भी दिखा देता।

मेरी चाहत है इबादत प्यार बन्दगी है तेरी
तू मेरे दिल मे उतर जाती तो मैं बसा देता ।

मुमकिन है कि मेरे ख्वाब भी महक जाये
अपनी आँखों मे मेरी जान तुझे छिपा देता।

Read More

*રાધા ની ઓઢણી એ સોનેરી તારો ને,*

*મીરાં નાં હાથમાં એકતારો,*

*તાર-તાર વચ્ચે થયો વિવાદ બોલ હવે,*

*શ્યામ તારો કે મારો..!*

Read More


'નદીમાં પડવાથી કોઈનું મૃત્યુ નથી થતું સાહેબ,
જીવ એટલા માટે જાય છે કે .......
 પાણીમાં , તરતા નથી આવડતું'

' પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી,
સમસ્યા એટલા માટે થાય છે કે ...
 આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતુ....

Read More

'સત્ય મૌન રહે તો સૌ પૂજે છે,
પણ જો બોલવા લાગે તો સૌ ધ્રૂજે છે.'