રેડિયો....
"મન કા રેડિયો બજ ને દે જરા....!!"
🌷રેડિયો મારા જીવન નો મહત્ત્વ નો હિસ્સો છે. સ્કૂલ નાં એ દિવસો માં પહેલું એફ એમ ૮૦ રૂપિયા નું ખરીદેલું. અને એ એફ એમ ૨૦૦૭ માં લીધેલું. ૧૦ માની પરીક્ષા આપીને પછી તો રજાઓ હતી, એટલે આ એફ એમ સરસ મજા નું સમય પસાર કરવાનું સાધન હતું. ટીવી માં કેટલાં પણ ગીતો સાંભળો પણ મજા તો ત્યારે જ પડે જ્યારે એફ એમ માં અચાનક આપણું મનગમતું ગીત વાગે.
🥀મને યાદ છે એ એફ એમ પકડવા માટે એનું એન્ટેના હોય, અને કોઈ ગમતાં ગીત નું સ્ટેશન નાં પકડાય ત્યારે થોડો ગુસ્સો પણ આવે, અને એ ગીત જો થોડું થોડું પણ સભળાય ને તો પણ એક અજીબ ખુશી ની અનુભુતિ થવા માંડતી. એ નાનકડું એફ એમ જે ખુશી અપાતું એ કદાચ આજના મોંગા ફોન થી પણ નથી મળતી.
એફ એમ લેવા માટે મે એટલી અનહદ જીદ કરેલી કે પૂછો મત બસ. અને એ એફ એમ માં સેલ પૂરા થઈ જાય એટલે એ બંધ થઈ જાય. સાચું કહું તો મોટા સ્પીકર કરતાં પણ એ નાનકડા એફ એમ માં ગીતો સાંભળવાની જે મઝા હતી , હવે એ અનુભવ કોઈ કરી પણ નહિ શકે. અને અચાનક મને થયું કે હું પાછું એ નાનકડું એફ એમ ખરીદુ પુરાની યાદો નો પિટારો છે એમ તો થાય. એફ એમ માં જ્યારે રેડિયો જોકી બોલ ત્યારે અમુક લોકો ને સાંભળવાની ખરેખર બહુજ મજા આવતી હતી.
🌷એફ એમ મારા પાસે હોય તો મને ટીવી જોવું નાં જોવું તો પણ ચાલતું. મારા થી એફ એમ હાથ માં થી પડી જાય. એફ એમ વગર આવું લાગે સાલું જીવન માં કઈ નથી. મારા ખાસ મિત્રો હતાં નહિ મારી આજબાજુ માં એટલે મારો એક જ મિત્ર મારો રેડિયો. ફ્રી સમય હું એણે આપતી હતી. અને આજે પણ હું મારા ફોન માં રેડ્યો સાંભળું છું.
🥀જ્યારે 2010 માં નોકિયા ,2690 નો બીજો ફોન લીધો ત્યારે તો ખુશી ના કોઈ ઠેકાણાં જ નતા. એમાં ગીતો ભરી શકાય, કાન માં ભૂંગળાં નાખી ને એ સાંભળવાનું. ત્યારે મને મારી ટેપ યાદ આવી ગઈ. ટેપ માં જોર થી બેસ વગડવાનું ભલે સ્પિકર ફાટયું હોય.😜🤣 અને મારા પાસે બધાં શાહરૂખ નાં મૂવી નાં ગીતો ની કેસેટ હતી. અને હું સૌથી વધારે કુછ કુછ હોતાં હે નાં ગીત વધારે વગાડતી હતી. અને બીજું કે જ્યારે નોકિયા 2690 હાથમાં આવ્યો ત્યારે હું ધાબા પર ગઈ અને રેડિયો સ્ટેશન પકડ્યા.😜🤣અને એમાં પહેલું ગીત વાગ્યું ..આઇ હેટ લવ સ્ટોરી ની ટાઇટલ ગીત. 😍 એ સમયે એ બહુ ફેમસ ગીત હતું યાર.😛.