#સાર
કર પ્રયત્નો એ દિશામાં જ્યાં મળે થોડી સફળતા,
નામના થી દૂર રહે તું,એ જીવનનો સાર છે!
કોઇ જાણે તો કહે કે ખુશ થયું આ દિલ આજે,
ચાહીને ના કર દુખી,બસ એ જીવનનો સાર છે!
દોડ ધનની છે અનંત,ના કંઇ મળે ધન નાશવંત,
જો ધનનો કર તું વ્યાપ સાચો,એ જીવનનો સાર છે!
છે પ્રભુ કણકણમાં અહીં તો,તો પછી આ ભાગલા શું?
કર તું શક્તિની જ ભક્તિ,એ જીવનનો સાર છે!!!
---નૃતિ શાહ