શ્રીમતિ અલ્પા બહેન પટેલના સૌજન્યથી
- કોરોના-
હે ! કોરોના !
બસ, હવે ખમ્મા કરોના !
તેં, માણસ ને તો ઠીક,
પણ ...ભગવાન ને પણ લોકડાઉન કરી દીધા !
હે! કોરોના બસ, હવે ખમ્મા કરોના!
ચંદ્ર પર જનારો માનવી,
ઘર ના ચોક માં જતાં પણ ડરે છે.
હે! કોરોના!
બસ, હવે ખમ્મા કરોના!
યમરાજ અને એનો પાડો,
ઓવર ટાઈમ કરીને હવે થાક્યા.
હે ! કોરોના !
બસ, હવે ખમ્મા કરોના !
જાણી તારી સંહારક શક્તિ,
હવે, તારું આ શક્તિ પરીક્ષણ બંધ કર.
હે ! કોરોના !
બસ, હવે ખમ્મા કરોના!
આજે માણસ, માણસ થી ડરતો થઈ ગયો
તું, આ માણસ ને માણસ થી દુર કરવાનું બંધ કર.
હે! કોરોના!
બસ, હવે ખમ્મા કરોના!
વિધિ ની વક્રતા આ કેવી!
પોઝિટિવ શબ્દ ને
નેગેટિવ બનાવી દીધો.!
અલ્પા પટેલ. ગણદેવી.