જગતનો શાશ્વત કલાકાર યુગોથી અમાપ ફલક ઉપર હર પળે નવી નવી કલાકૃતિઓ નિર્માણ કરતો રહ્યો છે.સાથે સાથે
એના માનવ સંતાનોને તેમની કલાકૃતિઓ નિર્માણ કરવા માટે
સામગ્રી પણ દેતો રહ્યો છે. પર્વતશિલાઓ, જેમાંથી શિલ્પકલા વિકસાવી શકે, સૃષ્ટિમાં વિવિધ નાદ જેમાંથી સંગીતનું સર્જન
થઇ શકે,વિવિધ રંગો સજતું આકાશ, ફુલો,પશુપક્ષીઓને જોઇ ચિત્રકલા પાંગરી.એટલું જ નહીં વિવિધ પ્રકારનાં અન્ન, શાકભાજી અને ફળો આપ્યાં જેમાંથી પાકકલાનો આવિર્ભાવ
થયો. કપાસના જીંડવામાં રૂ ભર્યું, ઘેટાના શરીર પર ઉન ભર્યું, રેશમની કીડામાં રસ ભર્યો જેથી વસ્ત્રકલા વિકસી. સાગરના પેટાળે મોતી પકવ્યાં, ધરતીપેટાળે હીરા, રત્નો પકવ્યાં જેથી
શ્રૃંગારકલા વિકસી.
જગતના આદિમ કલાકારને વારંવાર નમસ્કાર!
-- વર્ષા શાહ
#કલા