Gujarati Quote in Story by KRUNAL

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"બંદગી"
====================­===============

એક ફકીર પચાસ વર્ષ થી એક જ જગ્યાએ બેસીને રોજ ની પાંચ નમાજ પઢતો હતો.
એક દિવસ આકાશવાણી થઇ ને ખુદા નો અવાજ આવ્યો કે “હે ફકીર! તું પચાસ વર્ષ થી નમાજ પઢે છે,પણ તારી એક પણ નમાજ સ્વીકારવામાં આવી નથી.”
ફકીર ની સાથે બેસનારા બીજા બંદાઓને દુઃખ થયું કે આ બાબા આટલા વર્ષો થી નિષ્કામ બંદગી કરે છે ને તેની એક પણ નમાજ કબુલ ન થઇ ? ખુદા નો આ તે કેવો ન્યાય??
પણ પેલો ફકીર દુઃખી થવાને બદલે આનંદ થી નાચવા લાગ્યો.લોકોને એને જોઈને ઓર આશ્ચર્ય થયું.તેઓ બોલ્યા,” બાબા તમને તો દુખ થવું જોઈએ કે તમારી આટલા વર્ષો ની બંદગી નિષ્ફળ ગઈ.”
ફકીરે જવાબ આપ્યો,”મેરી પચાસ સાલ કી બંદગી કબુલ ન હુઈ તો ક્યાં હુઆ..!! પર ખુદા કો તો પતા હે કે કોઈ પચાસ સાલ સે બંદગી કર રાહ હે !!
એટલે મિત્રો જ્યારે તમે મહેનત કરો અને ફળ ન મળે તો નિરાશ ન થતાં…
કેમ કે ભગવાનને તો ખબર જ છે કે તમે મહેનત કરી છે,એટલે ફળ તો જરૂર આપશે જ…!!!

સ્ટોરી ગમે તો અચૂક શેર કરજો.

Gujarati Story by KRUNAL : 111403096
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now