અસ્ત થતો દિનકર, સાગરનો કિનારો,
અંકિત થયો છે ત્યાં પ્રણયનો મિનારો.
મારી બાહોમાં આવીને તું ઓગળી છે,
રોજ સાંજે સોનેરી કિરણો નો ઉતારો.
હા, એ ખુશનુમા સાંજ ઝાંખી થઈ છે,
છોડી દરિયાને મેં હિમાલય કર્યો પ્યારો.
અહીંય કેસરી રંગ છે, દેશના જવાનો,
ગુલાબ નહિ, ગોળીઓનું થાય છે મારો.
અંતિમ દ્રશ્ય હતા 'મનોજ' આંખો સામે,
એક હતો ત્રિરંગો એક હતો ચહેરો તારો.
એ કિનારાનો પ્રેમ સરહદને અપર્ણ થયો,
હજુ સંકટમાં છે આ દેશ તેને તમે ઉગારો.
મનોજ સંતોકી માનસ