The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
💝CHIRAG KAKADIYA 🔥
@CHIRAGKAKADIYA 🔥"અજ્ઞાન છે નિર્દોષ નહી"🔥 કોઇ પણ બાળક નિર્દોષ નથી હોતું, તેને નિર્દોષ કહેવું અને ખાસ તો નિર્દોષ સમજવું એક ભ્રમ છે. નિર્દોષ નથી તેનો મતલબ એ તો નથી જ કે તે દોષી છે. જે શરીરમાં દોષ કરવાની શક્તિ જ નથી, જે શરીરમાં દોષ કરવાની સમજ જ નથી, તે બાળકને નિર્દોષ કઇ રીતે કહું ??? નિર્દોષતાનો આધાર તો દોષ કરવાની શક્તિ પર રહેલો છે. "જેટલું બાળક દોષી નથી એટલું જ બાળક નિર્દોષ પણ નથી" અજ્ઞાનતાંને નિર્દોષતા કઇ રીતે સમજુ ??? પોતાના સ્વાર્થ ખાતર સમાજે કે દેશે બનાવેલા ધર્મને પોતાનો ધર્મ માની જીવે. તું કે ત્યા હાથ જોડે અને તું કે તેનો ત્યાગ કરે. વગર વિચારે વગર અનુભવે જે બતાવ્યું તેને સત્ય સમજીને જીવે તે નિર્દોષ કઇ રીતે હોય ? "બાલ્યાવસ્થા જ એક એવી અવસ્થા છે જ્યા આપણા ખરા અસ્તિત્વને ખોઇ બેસવાનું સૌથી વધારે જોખમ રહેલું છે." અને આપણે વગર વિચારે એવી ઇચ્છા કરતા હોઇએ છીએ કે કાશ મને મારુ બાળપણ પાછું મળી જાય.... કેમ જવું છે પાછું એ અજ્ઞાનમાં, એ જોખમમાં ?? નિર્દોષતાનો સ્વભાવ સ્વતંત્રતા છે અને બાળપણ મને તો કોઇ રીતે સ્વતંત્ર નથી લાગતું સમજવાની અને લડવાની નથી હોતી શારીરિક ક્ષમતા કે નહી હોતી માનસિક ક્ષમતા. કોરી સ્લેટ પર પોતાનો સ્વાર્થ પુરો કરવા જેણે જે લખ્યું, જે કહ્યું, જે બતાવ્યું, જે સમજાવ્યું, શું તે જ જીવન થયું???? પરતંત્રતાથી સ્વતંત્રતા સુધી પહોચવાનું નામ છે જીવન. અજ્ઞાનતાંથી નિર્દોષતા સુધી પહોચવાનું નામ છે જીવન. બાળક જેવા થવું છે પણ બાળક નહી. ફરી કહું છું, "જેટલું બાળક દોષી નથી એટલું જ બાળક નિર્દોષ પણ નથી" અજ્ઞાનતાંને નિર્દોષતા ના કહેવાય. - ચિરાગ કાકડિયા
🪷💝@CHIRAGKAKADIYA🔥🪷
💓#CK 🔥 નથી છોડી શક્તો જે હું નથી, એટલે જ બહાનું તારી શોધનું પકડી બેઠો છું છુટતી નથી વસ્તુ કે વ્યક્તિની આસક્તિ , અને ખ્યાલ ખુદને શરીરથી અલગ હોવાનો પાળી બેઠો છું. તારી ઇચ્છા વગર એક પાંદડું પણ નથી હલી શકતું, છતાં સુખ મળે તો "મે કર્યું" અને દુઃખ મળે તો "આ તે શું કર્યું ?"ની ફરિયાદ કરી બેઠો છું. પરીવર્તન જ જ્યા સંસાર નો નિયમ હોય, ત્યાં કોઇના બદલાઇ જવાની પીડા કે કોઇ બદલાઇ ન જાય તેનો ડર સાચવી બેઠો છું હા, અજ્ઞાન વશ હું એ જ નદીમાં ફરીવાર નહાવાની જીદ લઇ બેઠો છું. મૃત્યુ નો ભય, વ્યક્તિ નો મોહ અને સંપત્તિ ની લાલસા જ જો કારણ હોય તારી પાસે આવવાનું. તો હું આ કારણોયુક્ત અંધશ્રદ્ધાને જ શ્રદ્ધાનું નામ આપી બેઠો છું. અતૃપ્ત એવી કંઈક બનાવાની આ દોડમાં હું ખુદથી જ દુર જઇ બેઠો છું. જે હું છું તેમાં જ રહેવાને બદલે, જન્મથી જ, જીવનનાં દરેક પડાવ પર હું કંઇને કંઇક બનવા ની લત કરી બેઠો છું. "હું આ" અને "હું તે" ના અભિમાનમાં હું ખુદ ને જ ખોઇ બેઠો છું. - ચિરાગ કાકડિયા 💓🔥
🏔️ પર્વતની ટોચ પરનો અનુભવ જ એ સમજ આપશે કે અહીં પહોંચવાના, તેને પામવાના એક નહિ અનેક રસ્તા હતા. બાકી નીચેથી તો બધાને પોતાનો જ રસ્તો સાચો હોવાની ભયંકર બીમારી છે. _ ચિરાગ કાકડિયા 🛕🕌⛪🔱🕉️☪️✝️🪯🕎.
"કરેલી એક પણ પ્રાર્થના પુરી ન થવી એ ખુશ નસીબી છે તારી, કેમ કે એજ પળમાં તું અનુભવી શકીશ કે પ્રાર્થનાંમાં "માંગ" વ્યર્થ છે."
🔥#CK 💝💦 🤔 જીવન રુપી વૃક્ષ પરનું કોઇ એક પાંદડું પસંદ કરીને, તેને જ જીવનભર પ્રેમ કરવો તેમાં કંઇ ખોટું નથી. પણ તેને હું "પ્રેમ" સમજું એ સમજ ખોટી છે. તેને જ હું જીવનનો આધાર સમજીને જીવ્ચો તો તે જીવન ખોટું છે. ઝાડ પરનું કોઇ એક પાંદડું જો તમારો પ્રેમ મેળવવાંને આટલું લાયક હોય તો આ આખું ઝા઼ડ તો કેટલા બધા પ્રેમનું અધિકારી થાય ??? જે ડાળી પર આ પાંદડું હોય તેનું શું ? આ ડાળી જે થડ પર ઊગી છે તેનું શું ? આ થડનું રક્ષણ કરતી છાલનું શું ? જે જમીનમાં આ મૂળ છે તે જમીનનું શું ? જે સૂર્ય, દરિયો અને ખાતરથી આ જમીન પોષાય છે તે બધાનું શું ? આ બઘાને અવગણીને ફક્ત એક પાંદડા પર થતો પ્રેમ એ બીજુ કઇ પણ હોઇ શકે પણ "પ્રેમ" તો નથી જ. -ચિરાગ કાકડિયા નોંધ : મે વાત અહી ઝાડ કે પાંદડાની તો કરી જ નથી.
🔥મનુષ્ય જોવાને તરસી જઇશ એ મંદિરની મૂરત, જો તારા દ્રાર પર ચપ્પલ ઉતારવાની જગ્યાએ કારણો ઉતારવાનું કહેવામાં આવે.🔥_CK 🔥💦💖
🔥 મિથ્યા છે તારી સમજ જો તું એમ સમજીને જીવતો હોય કે તને સમજાવીને પછી કોઇ નિર્ણય લેવાયો કે લેવાતો હશે, સંસારમાં એક બીજાને સમજાવવાનો ઢોંગ તો નિર્ણય લીધા પછી ચાલું થાય છે. 🔥#CK 🔥
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser