બે પ્રેમીઓની વાત છે. બંનેને ખબર હતી કે આપણે જે માર્ગે ચાલીએ છીએ એની કોઇ મંજિલ નથી. એક સમયે છુટા પડવાનું જ છે.. મિલન પણ ઘણી વખત વિરહનો પડછાયો લઈ ને જ આવતું હોય છે..
એક સમય આવ્યો બંનેએ છુટા પડવાનું હતું. પ્રેમીએ કહ્યું કે, મને સમજાતું નથી કે હું તને કેવી રીતે ભૂલું. તું દરેક સ્થિતિમાં મારી સાથે રહે છે હવે કોઈ ઇલમ આપતી જાને કે તું બહુ યાદ ન આવે. મને રાત થોડી ઊંઘ આવી જાય, દિવસે થોડું ચેન પડે, કંઈક ખાઉં તેનો થોડોક સ્વાદ આવ, હસું ત્યારે હળવાશ વર્તાય અને રડી લઉં પછી હાશ થાય!
પ્રેમિકાએ કહ્યું , કોઈ ઇલમ શોધું છું . મળી જશે તો કહીશ....