🌹ઇત્ર માનવતા નું🌹
જીવ 'માનવ' તું ગણ મુજને એકએક શ્વાસે
શીદને..! આમ તું ભાગે દૂર મારા ઉચ્છવાસે
નિજ મંદિરો માં નિત અલખ કૃષ્ણ પ્રેમ જાગે
નિશ મનમંદીરે કેમ મુજને દરવાજે રોકે આગે?
નિશદિન તુજ ભક્તિ નો પ્રપંચ અકળ મુખે
નીચ જાત "બિરુદ" એમ દંભી મંતવ્ય આપે
વિષ વાગે જો કરવતને રક્ત વહે અહીં આજે.
નિજ 'લાલ' લોહીનો રંગ તો દેખ એકજ ભાસે.!
"ભાવુ" પૂછે છોડી કપટ તું માણસ ક્યારે બને?
''ઇત્ર પછી માનવતાનું " મહકીને ચારેકોર વ્યાપે.!
જોને આવ્યો " કેર કોરોના" દુનિયામાં આજે
ગણી ને અસ્પૃશ્ય તને પણ લોક હવે દૂર ભાગે