કાયમ ઘરની બહાર ફરતો માણસ જે વિચારતો હતો કે આ જ વિશ્વ છે અને તે ખૂબ જ વિશાળ છે. પરન્તુ લોક ડાઉન ને કારણે જ્યારે દરેકે ઘરમાં બેસવાનું આવ્યું છે ત્યારે સ્ત્રી હોય કે પુરુષ એને ખ્યાલ આવ્યો જ હશે કે જેને એ વિશ્વ સમજતો હતો/હતી એ તો માત્ર એનો વહેમ હતો. એનું સાચું વિશ્વ તો હાલમાં એની પાસે જ છે જયાં એ હાલમાં રહે છે - એનું ઘર.🙂 આશા રાખું કે હવે પછી જ્યારે ફરીથી બધુ બરાબર થઈ જાય ત્યારે એ બહારના વિશ્વને બદલે પોતાના સાચા વિશ્વને વધુમાં વધુ સમય આપવાનો પ્રયત્ન કરશે.