એના માટે પ્રેમની વ્યાખ્યા એટલે હું ,
પ્રકૃતિનું સર્વશ્રેષ્ઠ સર્જન એટલે હું,
સૌંદર્યનું અંતિમ સત્ય એટલે હું,
સ્પર્શનો લીલોછમ અહેસાસ એટલે હું,
એના ટેરવાંની ઝખના હું,
એના શ્વાસની સુગંધ હું,
એની નજરમાં હું,
એની કદરમાં હું,
એની અસરમાં હું,
એનો પ્રેમ એટલે એના માં વસેલો હું..