"કલ્પના ની દુનિયા"
મારે કલ્પનામાં જ રહેવું છે રહેવા દો ,
મળે છે, ખુશી એમાં મને તમે જીવવા દો...
દુનિયા અલગ છે , કલ્પનાનેં માણવાની,
ઇચ્છા બધી પૂરી કરી , ગમતું મળવા દો...
કોઈ પાગલ કહે છે , તો કોઈ તરંગી કહે ,
શું મને આપી શકવાના છે એ ? કહેવા દો...
કહે ખોટી દુનિયા છે કલ્પનાની બહાર આવ,
સાચા નશીબ છે , થતું હોય એમ થવા દો...
શું થયુ ? સ્વાર્થ,લોભ ને મોહ ,વિશ્વાસઘાત!
અરે કલ્પનામાં જ ખુશ છું રહેવા દો...
#World