છિન્ન ભિન્ન કર્યું તે અસ્તિત્વ મારુ, હા તું જંગલી છે..
હું લાગણીઓથી લથપથ હતી ને તું તારી મસ્તીમાં મશગુલ,હા તું જંગલી છે...
મેં મુક્યા અધિકારો જે આંગણે ને તે ઓળંગી આંગણું ને લૂંટયું એ જ ઘર,હા તું જંગલી છે...
પૂજયો મેં તને પરમેશ્વર માની , તે માની પૈસો જ પરમેશ્વર મને જ વહેંચી કાઢી, હા તું જંગલી છે...
હું તો હતી પ્યાસી તારા પ્રેમની, તે વહેંચી પ્રેમ બીજે અહીં તો હવસની આગ જ તે બુઝાવી, હા તું જંગલી છે...
જે હતા આપણા મેં પેટ વહેંચી તેને ખવડાવ્યું, જો જન્મી સ્ત્રી તો ફરી તે તારા અસ્તિત્વની માંગ કરી, હા તું જંગલી છે...
હજુ તો એને જન્મી માઁ બોલ્યું જ હતું, ત્યાં તો તે ફરી એમાં પણ તારો નવો જન્મ જોયો,હા તું જંગલી છે...
હું તો બંધ આંખે પણ તને જોવ છું ને તું ખુલી આંખે મને નજરઅંદાજ કરે, હા તું જંગલી છે..
ફક્ત તું જ નહીં જેણે જેણે મારા અસ્તિત્વને આગ લગાડી હા એ બધા જંગલી છે....
જેણે મારી લાગણીઓમાં પણ લાંછન દેખાયું હા એ જંગલી છે...
# # #
આ ફક્ત સ્ત્રીઓની નહિ પુરુષોની પણ ભાવના છે કે જેની જિંદગીમાં પણ ઘણા જંગલી આવ્યા ...
#જંગલી