મા બાપને મન સંતાન તો
હમેંશા બાળક જ રહે છે.
ભલે ને મોટું થાય ગમે તેટલું
આંખોમાં એમની એ નાનું જ રહે છે.
સંતાન ને એમ થાય આ માબાપ
કેમ કંઇ સમજાતાં નથી?
અમે હવે સમજણા થઇ ગયા
એટલુય કેમ માનતા નથી.?
અમને હવે અમારા આકાશમાં
અમારી રીતે ઉડવા દો.
અમારા જીવનમાં શું કરવું
શું ના કરવું તે જાતે નક્કી કરવા દો.
ક્યાં સુધી અમારી ચિન્તા
તમે કર્યા કરશો ?
ક્યાંય પણ ગયા હોય અમે
તો ક્યાં સુધી જાગશો?
માબાપને પણ ખબર છે થાકી ગયા છો તમે
એમની આ પ્રશ્નોની વણઝારથી.
જ્યારે તમે માબાપ બનશો ત્યારે
સમજાશે આ મુંઝવણ તમારા સંતાનથી .