વિચિત્ર
માનવ છે ગુંચવણ્ભર્યો, સાચેજ ઘણો વિચિત્ર
કહે એને પોતે બનાવ્યું, જો બને સારું એનુ ચિત્ર
ખુશાલિ થિ છલકાય, મહકે, પહેરી મોંઘુદાદ ઇત્ર
ન જાણે ક્યાથી આવી જાય એનામાં અભિમાન અને જોશ.
પણ બને જો ચિત્ર ખરાબ, તો કાઢે બીજાનો દોષ
આવું કરવામાં, છે એ માહેર, ખરેખર બાહોશ.
વિચાર્યું છે કદી તમે, આં બિમારી માટે, એના ઉપાય માટે ?
તોળે નહિ એ એની ભુલ, કરે નહિ એ ન્યાય, ધરમ નાં કાંટે.
પછી ડંખ્તા આંતકરણ સાથે જાય એ, આં પાપ ધોવા, ગંગા ઘાટે.
શું માનો છો તમે પણ, કે માનવ છે વિચિત્ર???
Armin Dutia Motashaw