Gujarati Quote in News by બાબા સત્સંગી

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે વડાપ્રધાન વડાપ્રધાન મોદીએ લોકડાઉન વધારીને 3 મે સુધી ચાલશે તેવી જાહેરાત કરી છે.
જેના કારણે ઘણા લોકોમાં ફરી એકવાર રોજગાર અને આર્થિક સંકટ ને લઈ ચિંતા જોવા મળી રહી છે.

જોકે PM મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા જણાવ્યું છે કે, 20 એપ્રિલ બાદ કોરોના વાયરસથી પ્રભાવિત ન હોય તેવા જિલ્લાને આંશિક રાહત મળી શકે છે.

ગુજરાતમાં અત્યાર સુધી 11 જિલ્લામાં કોરોના વાયરસના એક પણ કેસ પોઝિટિવ જોવા મળ્યા નથી. આવા જિલ્લાઓની સરહદ સીલ કરીને આંશિક છૂટછાટ આપવામાં આવી શકે છે.

આ જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જવા પર પ્રતિબંધ મુકીને આંશિક રાહત આપવા અંગે વિચારણા ચાલી રહી છે.

અને વાણિજ્ય મંત્રાલયની ભલામણ અનુસાર આ જિલ્લાઓમાં અમુક ઈન્ડસ્ટ્રીઝ પણ ખુલી શકે છે. જોકે આ ની સ્પષ્ટ માહિતી આગામી દિવસોમાં જ ખબર પડી શકે છે જ્યારે કેન્દ્ર ની ગાઈડ લાઇન્સ બહાર આવે.

ગ્રીન ઝોનમાં આવતા જિલ્લાઓ કે જ્યાં પોઝિટિવ કેસ નથી નોંધાયા : સુરેન્દ્રનગર, દ્વારકા, અમરેલી, બોટાદ, મહીસાગર, અરવલ્લી, ખેડા, ડાંગ, વલસાડ, નવસારી, જૂનાગઢ તાપી અને નર્મદા જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

ક્યાં જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં આવી શકે છે ?
ગાંધીનગર, પાટણ, રાજકોટ, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, ગીર સોમનાથ, જામનગર, કચ્છ, મહેસાણા, મોરબી, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા કે જે જિલ્લાઓમાં પોઝિટિવ કેસ નોંધાયા બાદ વધ્યા નથી અને સ્થિતિ નિયંત્રણમાં છે.

રેડ ઝોન માં આવતા જિલ્લાઓ :
અમદાવાદ, ભાવનગર, સુરત અને વડોદરા કે જ્યાં વધુ પોઝિટિવ કેસ આવ્યા છે અને સતત વધારો થઈ રહ્યો છે.

Gujarati News by બાબા સત્સંગી : 111397588
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now