How to offer worship to Suryadev in the morning ?
જ્યારે પણ જુઓ સૂર્યની પહેલી કિરણ તો બોલો આ 1 મંત્ર, મળશે સંપૂર્ણ પૂજાનું ફળ
રોજ સવારે વહેલા ઊઠીને સૂર્યને જળ ચઢાવવું ખૂબ પ્રાચીન પરંપરા છે. શાસ્ત્રોમાં જણાવેલી કથાઓમાં પણ અનેક વખત સૂર્યને જળ ચઢાવવા અને પૂજા કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આજે પણ જે લોકો રોજ સૂર્યદેવ માટે આ એક નાનકડું કામ કરે છે, તેમને ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન મળે છે. જે લોકોની કુંડળીમાં સૂર્ય અસુભ સ્થિતિમાં છે, તેમને આ ઉપાય જરૂર કરવા જોઈએ. જો કોઈ વ્યક્તિ આ એક કામ રોજ નથી કરી શકતો તો એક એવો મંત્ર બતાવવામાં આવ્યો છે, જેથી સૂર્યને જોઈને જાપ કરવાથી સૂર્ય પૂજાનું સંપૂર્ણ ફળ મળી શકે છે. અહીં જાણો ઉજ્જૈનના ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરના પુજારી પં. સુનીલ નાગર મુજબ આ મંત્ર ક્યો છે અને સૂર્યની પૂજાની સામાન્ય વિધિ...
સૂર્ય એવા દેવતા છે જે પ્રત્યક્ષ જ દેખાઈ દે છે. ઉગતા સૂર્યની પૂજા કરવી પ્રગતિકારક હોય છે. સવારમાં નીકળતી સૂર્યની કિરણોથી હકારાત્મક પ્રભાવ મળે છે, જે શરીરને પણ સ્વાસ્થ્ય લાભ પહોંચાડે છે.
તમે સવારે જ્યારે પણ પહેલી વખત સૂર્યદેવના દર્શન કરો છો ત્યારે સૂર્યને પ્રણામ કરીને આ મંત્રના જાપ કરવા જોઈએ. આ મંત્ર છે -
कनकवर्णमहातेजं रत्नमालाविभूषितम्।
प्रातः काले रवि दर्शनं सर्व पाप विमोचनम्।।
સૂર્યપૂજાની સમાન્ય વિધિ
જો તમે રોજ સૂર્યની પૂજા કરવા ઈચ્છો છો તો જાણો સામાન્ય વિધિ. સૂર્યપૂજા માટે તાંબાની થાળી અને તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઈએ. થાળીમાં ચંદન, લાલ ફૂલ રાખો. એક દીવો પ્રગટાવો. લોટામાં જળ લઈને તેમાં એક ચપટી લાલ ચંદન મિક્સ કરો. લોટામાં લાલ ફૂલ પણ નાખો. થાળીમાં દીવો અને લોટો રાખી લો.
તેના પછી
ऊँ सूर्याय नमः
મંત્રના જાપ કરતા સૂર્યને પ્રણામ કરો. લોટાથી સૂર્યદેવને જળ ચઢાવો. સૂર્ય મંત્રના જાપ કરતા રહો. આ રીતે સૂર્યને જળ ચઢાવવાથી સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરો.