Gujarati Quote in News by બાબા સત્સંગી

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અાજે એટલે કે 14 એપ્રિલે ડો.ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ. ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર છૂત અને અછૂતની માન્યતા સામે અવાજ ઉઠાવ્યો હતો.
ભારતરત્ન ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ, 1891માં મધ્યપ્રદેશના મહુ ખાતે અછૂત ગણાતા મહાર પરિવારમાં થયો હતો.માત્ર છ વર્ષની ઉંમરે ભીમરાવે તેમના માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. બાળપણથી જ તેઓ હોશિયાર હતા. ભારતના બંધારણમાં બાબા સાહેબ આંબેડકરનો ખૂબ જ મોટો ફાળો છે. 1946માં જ્યારે વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણ સભા બોલાવીને ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ભારતની બંધારણ સભામાં ચૂંટાયા હતા ત્યારે પહેલી વાર તેમણે તત્કાલીન ભારતના દલિત સમાજના પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કર્યા હતા. 1947માં ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ભારતના પ્રથમ કાયદાપ્રધાન બન્યા.
તેઓ હિન્દુ ધર્મમાં વ્યાપેલી છુઅાછૂતની, દલિતો, મહિલાઓ અને કામદારોના પ્રશ્નોને વાંચા અાપી હતી. તેમણે સમાજની નવરચના માટે વર્ષો પહેલાં સપનું જોયુ હતુ...

Gujarati News by બાબા સત્સંગી : 111396848
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now