આજ કાલ બધું સુંદર લાગે છે
પતંગિયાં ના રંગો હોય કે જેઠ નો સુરજ
રંગબેરંગી પુષ્પ હોય કે શ્રાવણ ના વાદળ
આજ કાલ બધું સુંદર લાગે છે
મેઘધનુષ નું નભ હોય કે સહરા નું રણ
વસંત ના વૃક્ષ હોય કે પતઝડ ના પાન
આજ કાલ બધું સુંદર લાગે છે
અલકનંદા નું અમૃત હોય કે ઇન્દુ નું નીર
વહેતી લાગણી હોય કે થંભી ગયેલાં શબ્દ
આજ કાલ બધું સુંદર લાગે છે