🌿 *શબ્દ શણગાર પ્રતિયોગિતા ગૃપ* 🌿
*તા. ૨.૮.૨૦૧૮ ગુરુવાર*
✍🏻આજનો પ્રતિયોગિતાનો શબ્દ હતો *મુલાકાત*
🎍 *BEST OF FIVE* 🎍
1⃣
📖 *વાચકશ્રીની દૃષ્ટિએ*
🥇 *પ્રથમ નંબર વિજેતા*
🌺 *શુક્લ નિશા એચ. હની*
ભુજ - કચ્છ
💐 *અભિનંદન* 💐
🔹🔹🔹🔹🔹🔹🔹🔹
મુલાકાત
લીધી આજ મુલાકાત મેં વેશ્યા ગૃહ ની
લાગ્યું મને જાણે એ દીકરીઓ નું બાળ ગૃહ!
થતો હતો ત્યાં ખુલ્લેઆમ દેહ વિક્રય
ને ક્ષણભર અટકી ગયા કદમ મારા!
મૂઢ બની ને એક ક્ષણ તો હું રહ્યો ઉભો
કિંમકર્તવ્યમૂઢ બની બસ જોયા જ કર્યું!
આવ્યો સવાલ સામો ઉભા શું છો ચૂપચાપ
લીધી મુલાકાત તો નથી ઈચ્છા આજ તમારી?
દીકરી મારી યાદ આવતાં ધ્રુજવા લાગ્યો હું
ને જે પૂછવું હતું એ જ મારાથી પૂછાઈ ગયું!
આ દેહ વિક્રય ની રાખી છે શી કિંમત?
જોઈ ને આ દીકરીઓ ને નથી રહી કોઈ મમત!
વિવશ બનેલી એક દીકરી એ કાઢ્યો ઉભરો
હે મુલાકાતી! આપને ખરીદવો છે સંબંધ કયો?
ભાઈનો, પિતાનો, માતાનો કે દેહ વિક્રય નો?
મુલાકાત લેનારા ખોઈ બેસે છે અહીં માણસાઈ
તમારે અહીં કોની સાથે લેવી છે સરસાઈ?
થઈ આંખો ભીની ને પગ થઈ ગયા ભારી
શરમ થી એકદમ ઝૂકી ગઈ આંખો મારી!
બે મીઠા બોલ કહેવાનું મન થઇ ગયું જતાં જતાં
"कुर्यात सदा मंगलम्।" કહી દીધું રડતાં રડતાં!!
શુકલ નિશા એચ. હની
ભુજ. કચ્છ.
🔹🔹🔹🔹🔹🔹🔹🔹
*ઓગસ્ટ* મહિનામાં *પ્રથમ* વખત વિજેતા . 🌹
1⃣
〰〰〰〰〰〰〰〰
*નિર્ણાયક શ્રી,*
નામ- કલ્પના સુથાર
સરનામું- મોડાસી ચોપટા, દરબાર રોડ, વિસનગર
અભ્યાસ- ધોરણ- ૧૦,૧૨ અને પી.ટી.સી.
વ્યવસાય- ૨૦ વર્ષથી પ્રાથમિક શિક્ષક તરીકે વિસનગર તાલુકામાં ફરજ પર