Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Garuda Purana Says These Five Things Make People The Part Of Sin

ગરૂડ પુરાણઃ પાંચ એવા કામ જે વ્યક્તિને બનાવે છે, પાપના ભાગીદાર

જે પણ લોકો પાપ કરે છે. લોકો પોતાના સ્વાર્થ માટે પાપ કરી તો લે છે, પરંતુ મનુષ્યને પોતાના ખરાબ કર્મોનો અનુભવ ત્યારે થાય છે, જ્યારે તે પાપની ખરાબ અસર તેના વ્યકિતગત જીવનની સાથે-સાથે પરિવારમાં સંસ્કારહીનતા અને સમાજમાં અશાંતિના સ્વરૂપમાં સામે આવે છે. પરંતુ વર્તમાન સમયમાં ઘણા એવા લોકો હોય છે જેઓ ખોટી બાબતોને પણ સાચી સાબિત કરવા માટે આકુળ-વ્યાકુળ થયા કરે છે.પરંતુ તેમના આવા ખોટા પ્રયાસો પણ તેમના ખરાબ કર્મોની અસરને રોકી શકતા નથી.

હિન્દુ ધર્મગ્રંથ ગરૂડપુરાણમાં બદનામીથી બચીને માન-સન્માન, યશસ્વી, સુખ અને સમૃદ્ધ જીવન જીવવા માટે વ્યાવહારિક જીવનમાં 5 એવા કાર્યોથી બચવાનું કહેવામાં આવે છે. જેના કારણે માન-સન્માનને હાનિ પહોંચે છે. આ પાંચ વાતોને જાણીને કોઇપણ મનુષ્ય સાચા અને ખરાબ કર્મોની ઓળખ ખૂબ જ સરળતાથી કરી શકે છે અને જીવનને નવી દિશા આપી શકે છે.

ગરૂડપુરાણનો શ્લોકઃ-

दाता दरिद्र: कृपणोर्थयुक्त: पुत्रोविधेय: कुजनस्य सेवा।
परापकारेषु नरस्य मृत्यु: प्रजायते दुश्चरितानि पञ्च।।

ધનવાન થઇને પણ કંજૂસ રહેવુઃ-

ધન હોવા છતાં પણ ખર્ચ ન કરવો તેને કંજૂસી કહેવામાં આવે છે. અથવા કંજૂસીની ભાવના પણ ધનની લાલસાને વધારી દે છે. જેનાથી વ્યક્તિ પૈસા કમાવવાની ઇચ્છામાં ખરાબ કર્મોનો સાથ આપીને કે તેને અપનાવવાથી પણ બદનામીનો શિકાર થાય છે.

દરિદ્ર હોવા છતાં પણ દાતા બનવુઃ-

વ્યાવહારિક રૂપથી અહીં દાતા હોવાનો અર્થ એ છે કે, આર્થિક સ્થિતિ નબળી હોવા છતા પણ વિચાર્યા વિના પોતાના મોજ-શોખ અને અપવ્યય કરવો. સાથે જ, નામ અને દેખાડો કરવા માટે પૈસા દાન કરવા અથવા મદદ કરવા અને ખોટો ખર્ચ કરવો. આવુ બધુ કરવાથી જીવન નર્વાહ ખૂબ જ મુશ્કેલ બની જાય છે, જેનાથી જરૂરિયાતોની પૂર્તિ માટે મનુષ્ય અનૈતિક કાર્ય અને પાપ કર્મો તરફ જઇ શકે છે.

દુષ્ટ અથવા દુર્જન લોકોની સેવાઃ-

સારી અથવા ખરાબ સંગતની અસર આપણા જીવન પર પણ થાય છે. આ માટે ખરાબ અને દુર્જન લોકોની સંગત અથવા સેવા નિશ્ચિતરૂપથી તમને પણ ગુનેગાર અથવા પાપી લોકોની લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે. એટલે તમે પણ બદનામીના ભાગીદારી બની જાવ છો.

પુત્રનું આજ્ઞાકારી અથવા સંસ્કારી ન હોવુઃ-

મોટા લોકોના ખોટા આચરણ કુસંસ્કારના સ્વરૂપમાં સંતાનના કર્મો અને તેમના વ્યવહારમાં પણ ઉતરે છે. પુત્ર કે પુત્રીના ખરાબ પરિણામના દોષી સ્વાભાવિક રૂપથી માતા-પિતા જ બને છે. આ માટે સંતાનના સારા કર્મો અને વિચારોની વચ્ચે તેમનું પાલન-પોષણ કરવું. જો તમે આવું નહીં કરો તો પુરૂષાર્થ દ્વારા મેળવેલી પ્રતિષ્ઠા અને સન્માનને હાનિ કોઇપણ સમયે પહોંચી શકે છે.

કોઇનું અહિત કરીને મૃત્યુ પામવુઃ-

સ્વાર્થના લીધે અથવા હિતપૂર્તિને કારણે બીજાનું ખરાબ કરવાની ઇચ્છા, ભલે તે શારીરિક, માનસિક કે આર્થિક હોય આ વિચારે દુર્ઘટનાવશ મૃત્યુ પામવું. આ ખરાબ કર્મ આપણને જણાવે છે કે, જે તમારી સાથે જ પરિવારની પણ બદનામી અને ઉપેક્ષાનું કારણ બને છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111394979
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now