જો તમે કંઈ યાદ રાખવામાં કચાશ કરતા હોય કે પછી તમારું યાદ રાખેલું ભૂલાઈ જતું હોય. નાની બાબતોને તમે થોડીવારમાં જ ભૂલી જતા હોય. આલું જો ક્યારેક પણ થતું હોય તો ચેતી જજો કારણ કે શોર્ટ ટાઈમ મેમરી લોસનો કે અલ્ઝાઈમરનો રોગ પણ થઈ શકે છે.
વીક મેમરી કે કમજોર યાદદાસ્ત એક એવી બીમારી છે. જેમાં માણસ કહેવી વાત કે યાદ કરેલી ચીજો તરત ભૂલી જાય છે. ભૂલનારા લોકો માટે આ વધારે પરેશાનીઓનું કારણ છે, તેને માટે આ આયુર્વેદિક નુસ્ખો અહીં આપવામાં આવે છે, જે સ્મરણ શક્તિ વધારે છે.
સામગ્રી –બ્રાહ્મી, મુલહઠી, ગિલોય, શંખહૂલી બધા 50-50 ગ્રામ લો.
નિર્માણ વિધિ –બધા દ્રવ્યોને કૂટીને પીસીને કપડાથી ચાળી ચૂર્ણ બનાવી લો. પછી તેમાં સોનાનો અર્ક કે ભસ્મ 3 ગ્રામ મેળવી ખરલમાં ઘસો. જેથી સ્વર્ણભસ્મ સારી રીતે મળી જશે, તે પછી એક બોટલમાં સુરક્ષિત રાખો.
સેવન વિધિ – ઉમર અનુસાર આ ચૂર્ણને અડધા ગ્રામથી બે ગ્રામની માત્રામાં લઈને ઘી અને મધ (વિષમ માત્રામાં) મેળવી ખાવો, ઘી ઓછું અને મધ વધારે માત્રામાં લેવું જોઈએ. કેટલાક દિવસો સુધી તેની સેવનથી સ્મરણશક્તિ અને બુદ્ધિ તીવ્ર થાય છે તથા ભૂલવાની આદતથી છુટકારો મળી જાય છે.
નોંધ – દરેકની તાસીર અનુસાર કોઈપણ આયુર્વેદિક ઉપાય અપનાવો જોઈએ.