અકથિત
આકથિત શબ્દ આમ તો આપણા શબ્દકોશ જે ભગવદ્ગોમંડલ મા સમાયેલો નથી પણ તે છતાં આપણી ભાષાની સાદી સમજ મુજબ એવું માનવાને કારણ મળે છે કે જે ના કહેવાયું હોય તેને અકઠિત એવી વ્યાખ્યા આપી શકાય.
આ સૃષ્ટિમાં વિશ્વમાં ઘણી બાબતો અકઠિત હોય છે જેની શીખ કે સંજ્ઞા નથી હોતી..
આપણી સંસ્કૃતિ, સંસ્કાર, રીતભાત, ભાષાના વિવિધ સંદર્ભો, સંવવન, વગેરે કોઈને શીખવ્યા વગર આવડતું હોય છે આ તમામ બાબતો આમ જોઈએ તો અકઠિત જ છે.. બ્રહ્માજી એ સૃષ્ટિની રચના સાથે આપોઆપ આ જ્ઞાન અકઠિત આપેલું છે પરંતુ તેમાં રહેલી બદી પણ અકઠિત છે જે સંસ્કાર અને સંસ્કૃતિની વિરુદ્ધ છે કહેવાનું તાતપર્ય એ છે કે કોઈ માણસ જન્મે સાધુ સંત કે સારો ખરાબ માણસ નથી હોતો. એ તો નિયતિ ને આધારે વાતાવરણને લીધે સારો માનવી કે ખરાબ માનવી ઉપજે છે આ પ્રકૃતિ અને વિકૃતિનું કારણ છે.
પણ આજનો માનવી આ પ્રકૃતિની મર્યાદા ઓળંગી ગયો છે જેમ આંતકવાદીનુ સર્જન કરતો થઈ ગયો છે અને વિકૃતિને જન્મ આપી રહયો છે.