Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Anatpur Temple In Kerala, Facts About Kerala Temple

150 વર્ષથી આ મંદિરનું રક્ષણ કરે છે અને પ્રસાદ ખાય છે આ રહસ્યમયી મગર

પૌરાણિક કથાઓમાં તમે જરૂર સાંભળ્યું હશે કે કોઈ સ્થાન કે ખજાનાનું રક્ષણ કરવા માટે ત્યાં કોઈ અજાણી શક્તિ હાજર હોય છે અથવા ઘણીવાર રક્ષક તરીકે ખૂંખાર જાનવર પણ હોઈ શકે છે. આ કથાને સત્ય સાબિત કરતી જ એક જગ્યા છે કેરળનું એક અનોખું મંદિર અનંતપુરા. આ મંદિરમાં સદીઓથી એક મગર અહીંના તળાવમાં રહીને મંદિરનું રક્ષણ કરે છે. મગરે આ સ્થાનને પોતાનું રહેઠાણ નથી બનાવેલું પણ આ મગર અનેક રીતે ચમત્કારી છે. આ મગર અને મંદિરની અનોખી બાબતો વિશે આજે જાણો.

મંદિરના તળાવમાં રહેતો મગર-
આજે આ સત્ય કથાને અમે રજૂ કરી રહ્યા છીએ જે આજના યુગની સાચી કથા છે. તમને થોડું આશ્ચર્ય જરૂર થયું હશે પરંતુ મગર આ મંદિરનું સાચે જ રક્ષણ કરે છે. તે અહીં આવનાર ભક્તોને ડરાવતો નથી કે કોઈ નુકસાન પણ પહોંચાડતો નથી. તે માત્ર મંદિર ઉપર આવતા કોઈ સંકટ વિશે અગાઉથી આગાહી કરી દે છે.

બાબિયા મગરઃ-
લોકો આ મગરને બાબિયા નામે ઓળખે છે. ભારતના દક્ષિણી રાજ્ય કેરળના કોચ્ચિ જિલ્લાના અનંતપુરા મંદિરમાં રહેતો આ બાબિયા મગર મંદિરની અંદર આવેલ તળાવમાં રહે છે. આ તળાવ જ તેનું નિવાસસ્થાન છે. તે ઘણીવાર નજીકમાં આવેલી ગુફામાં પણ ચાલ્યો જાય છે.

મગર ક્યાંથી આવેલો છે-

જો કે આજ સુધી આ મગર ક્યાંથી આવ્યો તે કોઈ જ નથી જાણતું. પરંતુ લોકો કહે છે કરે આ મંદિર નવમી સદીમાં બન્યું હતું ત્યારપછી જ અચાનક એક મગર અહીં આવ્યો હતો. લોકોનું કહેવું છે કે ત્યારથી લઈને આજ દિવસ સુધી અહીં અનેક મગરો તળાવમાં મરી ગયા હતા પરંતુ આશ્ચર્ય તો એ વાતનું છે કે એક મગર મરી જાય પછી તરત જ બીજો મગર ગમે ત્યાંથી આ તળાવમાં આવી જાય છે.

કોચ્ચિમાં છે આ મંદિર-

કેરળના કોચ્ચિમાં અનંતપુરા મંદિર એકમાત્ર એવું મંદિર છે જેમાં તળાવ છે. લોક કથા પ્રમાણે આ સ્થાનને અનંત પદ્મનાભ સ્વામીનું મૂળ સ્થાન માનવામાં આવે છે. આ મંદિરથી 30 કિમી દૂર એક ડુંગરની તળેટીમાં આ તળાવવાળું મંદિર બનાવેલું છે.

આસ્થા-

આ કથાનું સત્ય જે હોય તે પરંતુ લોકોની શ્રદ્ધામાં કોઈ ફરક પડતો નથી. જે પણ ભક્તો આ મંદિરમાં આવે છે, તે ભક્તિભાવથી બાબિયાના ખાવા માટે કઈને કઈ ભોજન જરૂર લઈ આવે છે.

લોકો લાવે છે ભોજનઃ-

મંદિરના પ્રશાસનના જણાવ્યા પ્રમાણે બાબિયા માટે ચોખા, નારિયળ, ગોળ વગેરેનો પ્રસાદ લાવે છે. આ પ્રસાદ બાબિયા મગરને ખવડાવવામાં આવે છે. એક બીજી જાણકારી તમને આશ્ચર્યમાં મૂકશે કે આ મગર માંસાહારી નહીં પણ શાકાહારી છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111391083
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now