જેણે જવાબ સ્મિત ધરી આપવા નથી
એને સવાલ મારે કોઈ પૂછવા નથી
પુસ્તકની જેમ ફાટે એ સંબંધને હવે
પૂંઠા ચડાવી, સાચવીને રાખવા નથી
ઓચિંતુ યાદ આવે હવે કોઈ, તો ભલે
પણ ભાર દઈને કોઈને સંભારવા નથી.
યુધ્ધે ચડાવવા નથી મારે ફરીને, તો
જખ્મી થયેલ શબ્દને રૂઝાવવા નથી
આંસુથી જેને ધોવા પડે રોજ ઉઠીને
રાત્રે એ સ્વપ્ન આંખે કદી આંજવા નથી
અતુલ