વગર વાંકે મળેલી સજા
સુનિધિ નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર દેખાવમાં પણ ખુબ જ સુંદર અને વર્તનમાં પણ એટલી જ સહજ. અને તેને ચિત્રકામનો ખૂબ જ શોખ જ્યારે નવરાશ મળે કે શ્રીકૃષ્ણના ચિત્રો બનાવી અને તેમાં વિવિધ રંગો થી ચિત્ર રંગીન બનાવે હંમેશા ખુશ રહેનારી સુનિધિ બીજા ને મદદરૂપ પણ થાય તેનો સ્વભાવ જ એટલો સરસ કે બધા ની તે પ્રિય.
નાનકડા ગામમાં તેનો પરિવાર રહેતો.માટે બાજુ ના ગામમાં જ પ્રાથમિક શિક્ષણ તેણે મેળવ્યું આગળ ના અભ્યાસ માટે મોટા શહેરમાં હોસ્ટેલમાં તેણે પોતાના અભ્યાસ શરૂ કર્યો અને હોસ્ટેલમાં રહીને તો તે ખૂબ જ કેળવણી પામી.અને તેનો ચિત્રકામ નો શોખ પણ અહીં કામ લાગ્યો નાની મોટી સ્પર્ધા માં પ્રથમ આવવા માંડી.અને ssc માં તો એ ખૂબ ઊંચી ટકાવારી એ ઉત્તીર્ણ થઈ...
આખા ગામમાં એ કદાચ પહેલી એવી વ્યક્તિ હશે કે જે આટલા સારા ગુણો થી પાસ થઈ સુનિધિ ને હજુ આગળ અભ્યાસ કરવો હતો
પણ સમાજ ની રીત રિવાજો મુજબ તેના માતા-પિતા તેની ફરજ બજાવવા ઈચ્છતા હતા.યોગ્ય પાત્ર મળતા સંબંધ નક્કી થાય છે પણ સુનિધિ ની ઈચ્છા ને માન આપીને તેને ઊચ્ચ માધ્યમિક શિક્ષણ આપવાની પરવાનગી મળે છે.
આ બે વર્ષ એટલે સુનિધિ ના યાદગાર વર્ષ બની જાય છે... હવે સુનિધિ માટે જીવન માં નવા વળાંકો આવે છે સુનિધિ લગ્ન બાદ સાસરે જાય છે ત્યાં તેની આવળત પર અંકુશ લાદવા મા આવે છે. કઈ રીતે બેસવું કઈ રીતે ઊંઘવું ઘૂંઘટ હંમેશા માથે જ રાખવો કેટલા વ્યક્તિઓ માટે કેવી રસોઈ બનાવી રસોઈમાં મીઠા નું પ્રમાણ વધ-ઘટ ન થવી દાળ-શાકમાં કેટલું તેલ વાપરવું આ બધી પળોજણમાં સુનિધિ જાણે પોતાને જ વિસરી જાય છે હંમેશા દરેકની આજ્ઞાનું પાલન માં પોતાના માટે ક્યારેય કશું વિચારતી જ નથી
સહજ સુંદર કોમળ સ્વભાવની સુનિધિ જાણે એકાએક બદલાઈ જાય છે અને સંસારમાં એવી તો ડૂબી જાય છે કે અને એક પછી એક એમ ત્રણ સંતાનો ના જન્મ બાદ જાણે પોતાનું અસ્તિત્વ જ ભૂલી જાય છે
ઘણી વખત પિયરમાં ભેગી થતી સહેલીઓ સાથે સુનિધિ અલગ તરી આવે છે હંમેશા પોતાના બાળકોમાં જ રચી પચી ગઈ હોય છે...
કુદરતને પણ શું ખબર કે સુનિધિ સાથે શું થવાનું છે...એક ગોઝારા અકસ્માતમાં તેના પતિ અને સંતાનો મૃત્યુ પામે છે અને બચે છે તો માત્ર સુનિધિ...
સદાય જે બીજા ના માટે જીવતી જેને રંગો ખૂબ જ પ્રિય હતા આ જ એ જ સુનિધિ નું જીવન બેરંગ બની ગયું.....