તમારી આંગળીની લંબાઈથી જાણો કેટલું છે તમારું આયુષ્ય
તમારા હાથની હસ્તરેખા અને આંગળીઓ તમારા કિસ્મત અને જીવન સાથે જોડાયેલા તમામ રહસ્યોને છુપાવે છે. સમુદ્રશાસ્ત્રના અનુસાર, તમે જરૂરથી જાણી શકો છો કે તમારું આયુષ્ય કેટલું છે અને તમે કેટલા વર્ષ આ સંસારમાં જીવશો.
સમુદ્રશાસ્ત્રના અનુસાર, હાથની હસ્તરેખાઓ સિવાય માથાની રેખાઓ પરથી પણ આયુષ્ય જાણી શકાય છે. આ શાસ્ત્રના અનુસાર, કપાળ પર ચાર રેખાઓ એક બાજુથી બીજી બાજુ અને કાન સુધી પહોંચતી હોય તો તે ઉંમરના હિસાબે એકદમ ઉત્તમ છે. આવી વ્યક્તિ દીર્ધાયુ હોય છે.
કપાળની એક રેખા 25 વર્ષનું આયુષ્ય દર્શાવે છે. આ રેખા જેટલી સાફ અને સ્પષ્ટ હોય છે એટલી જ ઉત્તમ હોય છે. કપાળની રેખાઓ પરથી આયુષ્ય જાણવામાં આવે છે તેવી જ રીતે તમારી આંગળીથી પોતાના શરીરને માપવાથી પણ જાણી શકાય છે કે તમે કેટલા વર્ષ સુધી જીવશો.
ભવિષ્ય પુરાણના અનુસાર, પોતાની આંગળીઓથી જે વ્યક્તિ એકસો આઠ એટલે કે ચાર હાથ બાર આંગળી હોય છે તે ઉંમરની બાબતમાં બહુ ભાગ્યશાળી હોય છે. આવી વ્યક્તિ લાંબા સમય સુધી જીવે છે. જે વ્યક્તિનું શરીર આંગળીઓથી માપતી વખતે સૌ આંગળી થાય છે. તે મધ્યમ આયુષ્ય વાળી અને મધ્યમ જીવન જીવનાર હોય છે. જે વ્યક્તિઓનું શરીર આંગળીથી માપતા નવ્વાનું અને તેનાથી ઓછી આંગળી હોય તો તેનું આયુષ્ય બહુ ટૂંકુ હોય છે.