પિતૃદોષ | Hint Or Measures Of Pitra Dosh
પિતૃઓ નારાજ હશે તો જિંદગીભર આવા દુઃખો તમારો પીછો નહીં છોડે, કરો ઉપાય
શ્રાદ્ધનું મહત્વ પિતૃઓને ખુશ કરવા તથા તેમની નારાજગી દૂર કરવા સાથે જોડાયેલું છે. ઘણા લોકો એવું સમજે છે કે એક વખત પિતૃઓનું શ્રાદ્ધ કર્યા પછી બીજી વખત આ કર્મ-કાંડને કરાવવાની જરૂર નથી પડતી. પરંતુ એવું નથી. ઘણી વખત પિતૃઓની નારાજગી દૂર કરવા માટે પણ આ કર્મ કરાવવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ એ કેવી રીતે જાણી શકાય કે પિતૃઓ તમારેથી નારાજ છે? આજે અમે તમને એના વિશે જ જણાવી રહ્યા છીએ.
આપણાં જીવનમાં ઘણી એવી વાતો અથવા એવું કહીએ કે કેટલાક સંકેતો હોય છે જે આપણને જણાવે છે કે આપણાં પિતૃઓ આપણાંથી નારાજ છે. આ સિવાય વ્યક્તિ સ્વંય કેવા પ્રકારનું જીવન વીતાવે છે, ધર્મ-કર્મમાં વિશ્વાસ કરે પણ છે કે નહીં તેના ઉપર પણ પિતૃઓની અસર પડે છે.
આગળ વાંચો, ક્યાં સંકેતોથી જાણી શકાય છે કે તમારા પિતૃઓ તમારેથી નારાજ છે
માન્યતા મુજબ જે લોકો દાન, શ્રાદ્ધ, તર્પણ વગેરે નથી કરતા, વડીલોનું સન્માન નથી કરતા તેમના પર પિતૃઓ કાયમ નારાજ રહે છે.
જે લોકો પોતાના મૃત પરિજનોને તેમના ગયા પછી પણ ધુતકારતા રહે છે, તેમનાથી પણ પિતૃઓ નારાજ રહે છે.
એવું કહેવાય છે કે પિતૃઓની નારાજગીની અસર માત્ર વ્યક્તિ વિશેષ પર જ નથી થતી, પરંતુ આ સંપૂર્ણ પરિવારને પોતાની અડફેટમાં લઈ લે છે.
આવો પરિવાર અને તેના સભ્યો રોગ, દુઃખ અને માનસિક તથા આર્થિક પરેશાનીઓથી પીડાતા રહે છે. તેઓ નિઃસંતાન પણ હોય શકે છે અથવા પિતૃદોષના કારણે તેમને સંતાન સુખ પણ દુર્લભ રહે છે.
આગળ વાંચો, ક્યાં સંકેતોથી જાણી શકાય છે કે તમારા પિતૃઓ તમારેથી નારાજ છે...
આ સિવાય એવું માનવામાં આવે છે કે જેમની પાસે સમય અથવા ધનનો અભાવ છે તે પણ શ્રાદ્ધના દિવસોમાં આકાશની તરફ મુખ કરીને બંને હાથો દ્વારા પિતૃઓનું આવાહન કરી પ્રણામ કરી શકે છે. આવું કરવાથી પિતૃ પોતાનો આશીર્વાદ આપે છે.
જે ઘરમાં કોઈ વ્યક્તિના લગ્ન ન થઈ રહ્યા હોય અથવા પછી લગ્ન સંબંધી કામમાં વિઘ્ન આવી રહ્યું હોય તો ઘરના લોકોએ પિતૃ પૂજા જરૂર કરાવવી જોઈએ. તેનાથી તમામ સમસ્યાઓ ટળી જશે.