Gujarati Quote in Blog by Rutambhara Thakar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*રામાયણ*
✅🙏🏻✅🙏🏻✅
રામાયણ એટલે ભુતકાળમાં ભજવાઈ ગયેલ એક આખી કુંટુંબકથની...!
રામાયણ એટલે
રામ+અયન = રામની જીવન પથ પર પ્રગતી કે રામની મુસાફરી....!
રામાયણ હાલમાં ય દરેક કુંટુંબ સંસ્થામાં આબેહુબ ભજવાતી શાશ્વત સનાતન ગાથા...!
રામાયણ એટલે હાલમાં પણ ભારતીય લોકોની રોજીંદી જીવન શૈલી પર પ્રભાવ પાડતો એક ગ્રંથ...!
રામાયણ હજુ ય રોજબરોજની ઘટનાઓમાં એટલો જ કારગત છે,
એનો મુદ્રાલેખ મારી દ્રષ્ટિએ કાંઈક આવો છે....કે,
*Speed of the Boss is the Speed of People*...!
રામાયણ એ ધર્મગ્રંથ નથી એ તો રોજ જીવાતી સંસ્કૃતી છે.
રામાયણ આપણને શિખવાડે છે કે,
*મેરા હૈ, સો મેરા હૈ..!*
*મેરા હૈ સો જાવે નહી, ને*
*જાવે સો મેરા નહી...!*
રામાયણની વાતો હાલમાં ય પરિવારમાં રોજ એટલી જ ભજવાતી,
દરેક પાત્રની સરખામણી રામાયણના પાત્ર સાથે કરવામાં આવે છે...!જેમકે,
પતિપત્નિ એટલે
રામ સીતા,પુત્ર એટલે રામ,ભાઈને એટલે લક્ષ્મણ ને ભરત,મિત્ર એટલે સુગ્રિવ,સાવકી માતા એટલે કૈકેયી,પરમ ભક્ત એટલે હનુમાન...!
મંથરાઓ તો બધે જ કોઈને કોઈ સ્વરૂપે સહેલાઈથી મળવા પાત્ર છે.
બાકી કળીયુગમાં રાવણો તો ઠેર ઠેર છે.
એવા રાવણો કે જે,
*આપકી ઈચ્છાઓકી કરેંગે ચુરી ચુરી*,
*મુંહમેં રામ બગલ મેં છુરી*....!
રામાયણમાં રામ એક આદર્શ ખરા પણ સીતા એમની પાછળ ચાલતી વાસ્તવિકતા છે,
વાસ્તવિકતાને જ્યારે વનમાં જવુ પડે ત્યારે આદર્શ એનો સાથ છોડી દે છે, આ વાત કળીયુગમાં પણ સનાતન સત્ય જ છે...!
*જેના મનમાં શ્રી રામ છે એ વાત તો સાચી પણ જેના મનમાં સ્ત્રી રામ છે એના ભાગ્યમાં જ વૈંકુંઠ ધામ છે.*
હાલના સમયમાં *કોરોનાષુર* મહાકાળ બનીને આવ્યોછે,એવા સમયે પણ એ કલંકિત કાળનો સામનો કરવામાં મર્યાદા પુરષોત્તમના ભ્રાતા લક્ષ્મણે દોરેલી લક્ષ્મણરેખાનો પાઠ ધ્યાન રાખી,એનુ અનુસરણ કરીએ...! આ કોરોનાષુર નામના રાક્ષકને જાકારો આપવામાં
સૌ ભેગા થઈએ ને *મરા મરા જપવાને બદલે રામ રામ ના જાપ કરીએ*
*હરી અનંત હરી કથા અનંતા,કહત સુનત સબ વિધી સબસંતા*...!
*રામ સીયા રામ, સીયા રામ ,જય જય રામ....!*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Blog by Rutambhara Thakar : 111383381
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now