આજની જનરેશનને કદાચ એટલું યાદ હશે,કે જયારે કોઈ સ્ત્રી પર આફત આવી છે,ત્યારે સંબંધ સમાજ કે કોઈ સંસ્થા દ્વારા રક્ષણ કરવામાં આવે છે.
પણ એક સમય એવો હતો જયારે સ્ત્રીની કોઈજ કદર ન હતી,કોઈ રૂપ સુંદરી રસ્તે નીકળે એટલે તેને જોઈને કોઈ રાજા અથવા એવા કોઈ રજવાડી લોકો તેને મોહી ને લગ્ન પ્રસ્તાવ મૂકી દેતા,અને લગ્ન પ્રસ્તાવ મૂકી દીધા પછી એવું કોઈ ઘર ન નહતું જે પોતાની બહેન દીકરીનું રક્ષણ કરી શકે. ત્યારે સ્ત્રી દ્વારા એક પ્રથા. બનાવવામાં આવી હતી કે જો સ્ત્રીને લગ્ન પ્રસ્તાવ મંજુર ન હોય તો તે,માથે હેલ લઈને ગામમાં નીકળી પડતી અને પોકાર કરતી કે મારી માથે આવેલી આફ્તને પડકાર આપી શકે એવો કોઈ જુવાન હોય તો માથે ચઢેલી હેલ ઉતારે.
"સ્ત્રી માથે હેલ હોય એટલે લોકો સમજી જાય કે આફત બહુ મોટી છે,એટલે કોઈ ઉતારવાની હિંમત ન કરે અને જે હિંમત કરે એ રંગ રૂપે ગમે તેવો પુરુષ હોય ભલે પછી એ રંક કેમ ન હોય દુનિયાની સૌથી સુંદર સ્ત્રી તેને પરણી જતી ત્યારે મર્દાનગી જોવામાં આવતી રંગ રૂપ નહીં."
"તો મારી આજની રચના એજ સમય પર આધારિત છે"
હાલી અબળા ભરી બેડલા કોઈ ઉદ્ધાર કરે,
આવી આફત બની ભરથાર એ સ્વીકાર કરે
આમ તો બાવળામાં બળ ની કોઈ ખોટ નથી,
તે છતાં પણ ચાલી સંગે બંધ જીભ સંસાર કરે.
જીતવા અંગ મારુ નફ્ફટ કોઈ કતારમાં છે,
દઈ જવાબ એને ભોંય ભેગો તલવાર કરે.
લોભિયા જગ મહીં સ્ત્રીની કોઈ લાજ નથી,
લઇ આવી આંગણે જાન જીવન ભરથાર કરે.
આમતો દેહ બધા છે રાખ અહીં નવ જાણે કોઈ,
જાણે જે દેવ'પ્રતીક' મન દાનવ તણો સંઘાર કરે.
Dp,"પ્રતીક"