ભુજંગ પ્રયાત છંદ
લગાગા લગાગા લગાગા લગાગા
તમારી શક્તિની સવારી પધારી,
કરો ને ઈશારો દયાની વધારી,
વિશ્વાસે તમારી દર્શને ઉદ્ધારી,
હવે તો મનાવી મહિમા ઉચ્ચારી.
સત્કારુ વહેલા પરોઢે લગીરે,
પુકારુ દયાના ભરોસે સદાયે,
તુ જો ભાગ્ય મારા ઉજાળે જરાયે,
નિરાશા ભગાવી હૃદયમાં વસીયે.
વહેંચી કરુણા જ ઝોલી ભરીને,
નિહાળું સૃષ્ટિના નિયંતા કરીને,
નમીને ભજીને મનાવી ફરીને,
રિઝાવો ભરી શ્રીકૃપાથી ધરીને.
દિપ્તી પટેલ'શ્રીકૃપા'
વડોદરા.