'#સવાલ ' મનુષ્યના જીવનની સૌથી મોટી સમસ્યા... જેના મૂળ તથા ઉકેલનો અનુબંધ એના ભીતર જગત સાથે સંકળાયેલો છે. મનુષ્યના આંતરિક તેમજ બાહ્ય જગતમાં ઉદભવતા સવાલોનું પરિણામ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, ગણિતની સંભાવનાઓ અને શક્યતાઓની માફક તદ્દન વિપરીત છે.️શરૂઆતથી જ આ સવાલોએ મનુષ્યના ભૂત, ભવિષ્ય અને વર્તમાન પર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યુ છે જેના પાયામાં ફળરૂપ 'પ્રેરણા' અને 'આશાઓ' રહ્યા છે.
➡️વિજ્ઞાનમાં સવાલ એટલે 'પ્રયોગ-શોધ', ઘર્મમાં સવાલ એટલે 'રહસ્ય'. આજના ટેકનિકલ વિશ્વમાં સવાલોનું વિશ્વ વાસ્તવિકતાથી પર છે, જેનો ફિલોસોફી સાથે કસોટીપૂણૅ સંબંધ છે.
➡️સવાલોનું માધ્યમ તાર્કિક, શાબ્દિક, અર્થપૂર્ણ હોવું જોઈએ કે જેથી શબ્દોનું, વિચારોનું આદાનપ્રદાન સરળ બની શકે.(ઉદા.સાહિત્યમાં કવિ કે લેખક પોતાના ભાવ વિશ્વને, સંવેદનાઓને શબ્દોનાં માધ્યમથી આકાર આપતો હોય છે પણ જો તે આવુ કરવામાં સફળ ન રહે તો વાંચન દરમિયાન સર્જાતી સમસ્યાઓ અનેક પ્રશ્નો ઉભા કરે છે જે વાંચનની પ્રગતિમાં બાઘારૂપ નીવડે છે.)
➡️ પ્રેમ એટલે એકઝેકટલિ શું?, 'પ્રેમ' વિરહને તીવ્ર બનાવે છે કે વિરહમા 'પ્રેમ' તીવ્ર બને છે એ યુગો પુરાણોથી ચર્ચાતો સવાલ ન સમજાય એવા ઉખાણા જેવો છે.
➡️ મનુષ્યના જીવનમા સવાલ 'સંપત્તિ' છે જેનો ઉકેલ ભવિષ્યના ગર્ભમાં સંગ્રહિત છે. જેનો જવાબ એક પડકાર છે.