Gujarati Quote in Thought by Drjigar Suthar

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક પ્રશ્ન થઇ ગયો....
શું ભગવાન આપણને બનાવી ને ભૂલી ગયો?

પણ ભૂલ તો માણસ થી થાય.. તો શું?
ભગવાન પણ માણસ જ હતો?

પણ ભૂલ હતી શું?
આપણને બનાવવું એ કે બનાવીને ભૂલી જવું એ?
કદાચ આપણને ભગવાને બનાવ્યા એ તો આપણી ભૂલ નહીં હોય ને?
કે બનાવીને આપણને સાચવવાના એ જવાબદારી પણ ભગવાન ને સોંપવી?

તો જવાબદારી છોડીને બીજાને ગુનેગાર સાબિત કરવો એ માણસ સહજ આવડત હશે?
કે આપણા કર્મો માં ફળ પણ ભગવાન આપતા હસે એ છટકબારી હશે?

તો આપણને બનાવવાનું કર્મ કરનાર ભગવાન ને પણ કર્મફળ તો ભોગવવું જ પડેશે ને!!!!

અને એક દિવસ એમના બનાવેલા સંતાનો જ એમના અસ્તિત્વ પર પ્રશ્ન કરશે એ કર્મફળ તો નહીં હોય ને?

પ્રશ્ન તો ઘણા છે પણ શું પ્રશ્ન હોવો જ એક પ્રશ્ન નથી?

ક્યાં સુધી પ્રશ્ન પૂછીને જવાબદારીમાંથી છટકિશું?
કોઈ એ તો શરૂઆત કરવી પડશે ને પ્રશ્નો ના જવાબો શોધવાની....

અને શોધ હંમેશા ફળદાયી હોય એ પણ ક્યાં જરૂરી છે?
પણ હા રસ્તામાં ઘણા ફળો મળશે એ ચોક્કસ છે.....

તો જ્યારે આજ ના સમાજ માં દરેક ના મન માં પ્રશ્ન છે.... દરેક કર્મ, વિચાર, ભાવના પાછળ પ્રશ્ન છે તો.....
બસ હું કટિબદ્ધ છું કે જવાબ હું જ છું..
એ બધા જ પ્રશ્ન નો....

હવે તો બસ પ્રશ્ન માં અસ્તિત્વ સામે જ છે, સૌથી મોટો પ્રશ્ન.......?...


#પ્રશ્ન

Gujarati Thought by Drjigar Suthar : 111381973
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now