#સવાલ
ઉઠાવીલે સવાલ ગમે તેટલા, કોઈ જવાબ નહીં આવે,
પથ્થરની એ મુરત મહીં, કદી પ્રાણ નહીં આવે
ક્યાં છે ખબર એને હવે, મારા ઘરનું સરનામું,
નીકળશે જો મંદિરથી તો પણ, ઈશ્વર મારા ઘરે નહીં આવે
ગુન્હેગારોની બધી સજા, હાલ ભલેને હો માફ કરી,
વાત એ બીજી જ છે, કે બક્ષવામાં નહીં આવે
છેલ્લી ઘડીએ જાતેજ જઉં, મજારે ઓ હું ખુદા,
ચિતાર એવો છે જિંદગીનો, કે ચાર જણા મુકવા પણ નહીં આવે.
-mitesh