મનમાં રહેતો ગુસ્સો તો પોતાની મેળે જ પોતાનો રસ્તો કાઢી લે છે,
પરંતુ હ્રદયમાં રહેલા પ્રેમ નો રસ્તો તો આપણે જ કાઢવો પડે છે...
કોઈ ને એક વાર "લવ યુ" કેવાથી કઈ સાબિત નથી થઇ જાતું કે તમે તેને પ્રેમ કરો છો.
કોઈ ની હાજરી માં તમે એમને પ્રેમ કરો એના કરતા એ જયારે તમારા થી દૂર હોય ત્યારે તેના વિચારો ને લઇ ને મન માં જે સળવળાટ થાય એ છે પ્રેમ...
જેમ એક થનગનતો મોર આતુરતા થી મેઘા ની રાહ જોતો હોય એમ જો કોઈ ની રાહ જોવાનું મન થાય એ છે પ્રેમ...
પ્રેમનું આસન શ્રદ્ધા છે, પણ એ શ્રદ્ધાનું સ્થાન શંકા લે ત્યારે પ્રેમ ફુલ કરતાં પણ વહેલો કરમાઈ જાય છે....