"વિશ્વાસ"
બાળપણમાં બાપની એક આંગળી પકડીને થેગી થેગી ચાલતા આપણને ભલે સમજણ ન હોય,પણ તયારે એટલો વિશ્વાસ જરૂર બેસી જતો હોય છે કે જે આંગળી પકડી ચાલીએ છીએ એ આંગળી આપણને પડવા નથી દેવાની. તોય પડી તો જતા જ અને પાછા ઉભા થઈ ને ડગુ મગુ ચાલવા લગતા.
એ પણ એક માસુમ વિશ્વાસ હતો,એ પછી થોડા મોટા થયા ઈચ્છાઓ જાગવા લાગી નવી નવી ચીજ વસ્તુઓ જોઈને તેને પામવાની મનમાં લાલસાઓ વધવા લાગી,એક વસ્તુ માંગીએ ને ત્રણ મળતી,ત્યારે મા બાપ આપણને હેતથી લઇ આપતા કારણકે એમને ખબર હોય કે આ નાદાન બચ્ચું છે જેમ જેમ મોટું થશે એમ એમ ઈચ્છાઓ ઓછી થતી જશે. પણ નઈ જેમ જેમ માંગ્યું વસ્તુ મળતી ગઈ એમ એમ વિશ્વાસ વધતો ગયો કે જે માગશુ એ મળી રહેશે
દિવસો વીત્યા ઉંમર વધી યુવાની આંગણે આવી,દુનિયાની સાથે કદમથી કદમ મિલાવી ચાલવા લાગ્યા,ત્યાં પણ મન ગમતા સંબંધો મળવા લાગ્યા ત્યાં પણ માંગ્યું મળવા લાગ્યું,અને એ સંબધો ઘરના સંબંધોથી પણ વધુ વિશ્વાસુ બનતા ગયા,કારણ બસ એટલું કે તે સંબંધ કાચી ડોર થી બંધાયેલો હોય છે,ત્યાં માંગ્યું મળવાનું અથવા આપવાનું એક માત્ર કારણ એજ હોય છે કે ક્યાંક માંગ્યું ન આપ્યું તો તે આપણા થી દૂર થઇ જશે.
યુવાન અવસ્થામાં મળતા દરેક પાત્રો અલગ અલગ વહેવાર અલગ અલગ વિચાર ધરાવતા હોય છે. એક વ્યક્તિ પોતાના જીવનમાં ફક્ત એકજ વ્યક્તિ સાથે ત્યારે જ સંકળાયેલો રહે છે જયારે તે એના પહેલા અલગ અલગ પાત્રો સાથે મિત્રતા કે બીજા કોઈ પણ સંબંધમાં અનુભવ કરી ગયો હોય છે.
એક વ્યક્તિ એક હજાર વ્યક્તિ પર પ્રથમ વખત વિશ્વાસ મૂકીને પોતાના બનાવતો જાય છે,અને પછી જેમ જેમ આગળ વધતા જાય તેમ તેમ વિશ્વાસ વધતો જાય પણ વ્યક્તિ ઓછા થતા જાય. હજારથી પાંચસો,પાચસોથી,સો અને અંતે એક જ વ્યક્તિ સાથે ઈશ્વરથી પણ વધુ વિશ્વાસ ધરાવતા મજબૂત સંબંધમાં બંધાય જાય છે.
અને અમુક લોકો એક વ્યક્તિથી શરૂ કરીને અનેક વ્યક્તિ સુધી પહોંચીને ઘરથી પણ વિશેષ પરિવાર સમજી ત્યાંજ થોભી જાય છે,એ પણ એક વિશ્વાસ જ કહેવાય.
વિશ્વાસ કદી મરતો નથી બસ વ્યક્તિ અને વહેવાર બદલાઈ જાય છે.
એટલે જીવનમાં કોઈને દોષ દઈને ત્યાં જ અટકી ન જવું પ્રયાસ ચાલુ રાખવો કોઈક એક તો જરૂર હશે જે ફક્ત તમારા જ ઈશારા પર ચાલશે જે તમારા હશે.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊