ક્યારેય ઘરમાં ન રાખવા જોઇએ સૂકાઇ ગયેલા તુલસી, નહીંતર…
માન્યતા છે કે જે લોકો સાંજના સમયે તુલસીમાં દીવો પ્રગટાવે છે તેમના ઘરમાં મહાલક્ષ્મીની કૃપા સદાય રહે છે. તો આજે અમે તમારા માટે તુલસીને લગતી કેટલીક વાતો લઇને આવ્યા છીએ. જે વાતો તુલસીથી જોડાયેલી છે. તો આવો જોઇએ એવી કઇ વાત છે જેને ધ્યાનમાં રાખવી જોઇએ.
– ઘરમાં તુલસી હોવાથી નકારાત્મક ઉર્જા અને અનેક પ્રકારના વાસ્તુ દોષ સમાપ્ત થઇ જાય છે. પરિવારની આર્થિક સ્થિતિ પર પણ તેની અસર પડે છે.
– તુલસીને ઘરના આંગણામાં રાખવામાં આવે છે. જેનાથી ઘર પર કોઇની ખરાબ નજર લાગતી નથી.
– તુલસીથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને હાનિકારક જીવાણુઓથી મુક્ત રહે છે. આ પવિત્રતાના કારણે ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે.
– જો તુલસીનો છોડ સૂકાઇ જાય તો તેને કોઇ નદી કે તળાવમાં પ્રવાહિત કરી દેવો જોઇએ. કારણકે સૂકા તુલસીના છોડ ઘરમાં રાખવો અશુભ માનવામાં આવે છે.
– તુલસીની સુગંધથી શ્વાસ સંબંધિત અનેક રોગમાં આરામ મળે છે સાથે રોજ એક પાન તુલસી ખાવાથી આપણે સામાન્ય તાવથી બચી રહીએ છીએ.