વાતે વાતમાં કોરોના
આ કોરોનાનું કંઇક કરો ના...!
આઠેય પ્રહર બસ કોરોનાનો જ કહર,
લાગે છે કોરોના જાણે ખુશીઓનું ઝહર...!
આ કોરોનાનું કંઇક કરો ના...!
આ કહરે ઇલાહી છે,
કે પછી છે માનવસર્જીત...?
આ કોરોનાનું કંઇક કરો ના...!
કોરોનાને કારણે જીવન ગયું ખોરવાય,
માણસ ઘરમાં પુરાયો ને પશુપંખી ને સરખાય...!
આ કોરોનાનું કંઇક કરો ના...!
બાબા, તાંત્રિકો ભાગી ગયા
પૂજારીઓ, ઢોંગીઓ પણ સાથે ગયા
આપણું ધર્મસંસ્થાઓ માં દીધેલું દાન ગયું એળે
કામ આવ્યું સરકારશ્રી ને TAX દીધેલું ધન...!
આ કોરોનાનું કંઇક કરો ના...!
દાક્તરી સેવા આપી દાક્તરોએ
અને પોલીસ નો પણ સાથ
આ સૌને સાથે રાખવા
ઇજનેરો ની તો શું કરવી વાત...!
આ કોરોનાનું કંઇક કરો ના...!
આનો એક જ છે ઉપાય
સ્વચ્છ ભારત અભિયાન
સાથે જનતા કરફ્યુ અને લોકડાઉન...!
આ કોરોનાનું કંઇક કરો ના...!
આ કોરોનાનું કંઇક કરો ના...!