શીર્ષક :પ્રેમ એટલે શું?
પ્રેમ એટલે પામવા ની લાલસા નહિ
આપવા ની તડપ,
પ્રેમ એટલે વાત કેહવાની અધીરાઈ નહીં
સાંભળવાની ઝન્ખના
પ્રેમ એટલે વિરહ ની વેદના નહીં
મેળવ્યા નો સન્તોષ
પ્રેમ એટલે આંખો ના ઉજાગરા નહીં
મીઠી ઊંઘ માં એનો સથવારો
પ્રેમ એટલે દૂર હોવા નું દુઃખ નહીં
આત્મા નો એકાકાર
પ્રેમ એટલે આંસુ નો ઉકળાટ નહીં
એને ખડખડાટ હસાવવા ની મજા
પ્રેમ એટલે રીસામણા
એ મનાવે એની રાહ માં
પ્રેમ એટલે ફક્ત એ
એનો કોઈ વિકલ્પ ક્યારેય નહીં
અસ્મા લાખાણી
ભાવનગર