#આંખે બેઠું ચોમાસું
આમ અચાનક ધબડાંગઢીંગ થઈ કકડાટભૂસ કરતો દિલ માથી અવાજ આવ્યો..,
ને મેં હ્રદયખોલી જોયું તો તારી યાદોની વિજળી ત્રાટકેલી ને વખત જોઈ કોણજાણે આ મારા હાળા બેય હાથ આડા કાને જઇ વાત કરી હશે તી’ આંખો ને ખબર પડી ગઇ ને બેઉં પાંપણો પછી ધોધમાર વરસી પડી અનરાધાર ઓલા મુશળધાર મંડાણા હોય જાણે મેઘની જેમ એટલામાં ઓછું હતું તો પછી ડુમા ને ડુસ્કાનું પુરેંય આવ્યું ને બધું વહીને મન ના દરિયામાં જઇ સમાણું..।
સવારે ઊઠ્યો તો ઓશિકુંય ભીંજાય ગયેલું જોયું તો પછી મને યાદ આવ્યું આ તો તારી યાદો નું આંખે ચોમાસું બેસી ગયું છે..।
સાલી પ્રેમ ની ઋતુ માં આવતો #કમોસમી વરસાદ..!
Insta @શબ્દો નો શુભઆરંભ
Insta @mysterious_madhav