એક વિચાર આવ્યો ..થયું માતૃભારતી સમક્ષ કહું.
સૌથી અમીર કોણ?. સૌથી ધનવાન કોણ? માણસ પૈસા થી ધનવાન કહેવાય કે મન થી .જેમની પાસે લાખો અને અબજો પૈસા છે...શુ એ ધનવાન છે ખરા ? કે જે ખરા સમયે કામ માં આવે એ.?
ધન ને ભેગું કરી કરવાનું શુ એ જણાવશે કોઈ ? માણસ ધન થી જો ધનવાન કહેવતો હોઈ તો એ શું કામ નું કે જેનું મન ધનવાન નથી....
કોઈ માણસ જો મન થી ધનવાન હશે એ એની પાસે થોડું હશે તો પણ એમાં થી થોડું કરી બીજા ને આપશે અને જેને ધન ભેગું જ કરી ને માત્ર ધનવાન જ બનવુ છે એ ત્રણ ગણું હોવા છતાં આપવામાં જીવ નહિ ચાલે આ માત્ર ધનવાન જ છે...
અત્યાર ની પરિસ્થિતિ જોતા કેટલા એવા માણસો છે જેની આર્થિક સ્થિતિ ખૂબ જ ગંભીર હોઈ છે અને આવી મહામારી ની સામે અપડો દેશ લડત કરતો સમય હોઈ ત્યારે ...
જેની સ્થિતિ સારી છે એ તો ૨૧દિવસ નહીં પણ ૧ વર્ષ જો ઘરે બેસે તો પણ કાઈ નથી થવાનું પરંતુ જે રોજેરોજ નું કામ કરતા હોય મુશ્કેલી એના માટે તો બહુ કપરી છે તેથી તેમના માટે જરૂર એક પૂર્ણય નું કામ કરજો બની શકે તો કોશિશ જરૂર કરજો ભલે માત્ર નાની પણ કોશિશ કરજો...
જેથી અહીં નહીં પરંતુ ઈશ્વર ના ચોપડે તમે જરૂર મન થી ધનવાન ગણાશો...