#પૂર્ણ
સર્વગુણ સંપન્ન કોણ છે અહીં ..?
કોઈ ને કોઈ ખામી છે ખુદ મહીં.
કોઈ સુંદરતામાં પૂર્ણ છે અહીં,
તો કોઈ ગુણમાં સંપન્ન છે અહીં.
પૂર્ણિમા સિવાય ચંદ્ર પૂર્ણ નથી કહીં,
છતાં બીજ ચંદ્ર શોભે ભાલ મહીં.
લેખનકળા મારી પૂર્ણ નથી, બાત સહી,
પણ, તમારી મદદ કરશે પૂર્ણ,બાત સહી?